Tuesday 14 August 2012


માણસ માંગે સ્વત્રંતા

ભારત પોતાની સ્વત્રંતા ના ૬૫ વર્ષ પૂર્ણ કરી ને ૬૬ ના વર્ષ માં પ્રવેશ કરી રહ્યું છે ત્યારે આપ સૌ ભાઈઓ અને બહેનો ને સ્વત્રંતા દિવસ ની શુભેચ્છા પાઠવું છું..ગાંધીજી,સરદાર પટેલ , સુભાષ ચંદ્ર બોસ,ભગત સિંહ , રાજ ગુરુ  જેવા વગેરે મહાન લોકો એ ભારત ને આજાદ કરવા પોતાની જાન દાવ પર લગાડી ને અંગ્રેજો સામે લડ્યા..અને ભારત ને આઝાદ કરાવ્યું. 
આ સંસાર માં લોકો એક જ ફરિયાદ કરતા હોય છે કે મારે આઝાદ  થવું મારે આઝાદ અને પોતે ચિંતા માં રહે છે..લોકો ને પંખી ની જેમ ખુલ્લા ગગન માં મુક્તપણે ફરવું હોય છે પરંતુ આકાશ માં ઉડતા પંખી ને એક જ બીક હોય છે કે મને કોઈક પરાધી મને બાણ મારી ને મારી નાખશે તો..? એ પંખી પણ એનું ગુલામ હોય છે.. 
પણ આ જગત માં કોઈ  સ્વતંત્ર નથી આપને જેની ઓફીસ માં કામ કરતા હોઈએ તેમની પર  પણ બોસ્સ  છે આપને જેના ઘરે કામ કરતા હોઈએ આપણે તે માલિક પણ કોઈ ના બોસ  છે અને પતિ પણ પત્ની ઓ ના મહાદ અંશે ગુલામ રહ્યા છે..ભારત ના પ્રધાન મંત્રી રાષ્ટ્રપતિ અને અમેરિકા ના પ્રધાન મંત્રી અને રાષ્ટ્રપતિ કે દુનિયા નો કોઈ પણ માણસ હોય બધા એક જ વ્યક્તિ ના બોસ એક જ  છે અને એ છે " ભગવાન, અલ્લાહ, ખુદા, જીસસ "આપણે જે ભગવાન ને માનતા હોઈએ આપણે તેમના ગુલામ છીએ પણ માણસ ના ગુલામ તો નહિ જ..પણ આતો હલાહલ કળયુગ છે અંહી દરેક માણસ ને મોટું થવું છે ને મોટી પદવી હાંસલ કરવી છે પણ એ મનુષ્ય નથી જાણતો કે મોટી પદવી મેળવવા માટે કેટલો પરસેવો પાડવો  પડે છે અને એક કહવેત છે કે " સિદ્ધી જેને જઈ વારે તે પરસેવે નહાય " માટે સિદ્ધી હાંસલ કરવા માટે પરસેવા રૂપી મહેનત કરવી પડે છે અને ભગવાન કૃષ્ણ પણ ગીતા માં કહે છે "કર્મણ્યે વધીકા રસ્તે માં ફલેષુ કદાચન " હે, મનુષ્ય તું કર્મ કરતો જ, ફળ ની આશા ના રાખીશ તું જેવું કાર્ય કરીશ તેવું તને ફળ મળશે, સારું કાર્ય કરીશ તો સારું અને ખરાબ કાર્ય કરીશ તો ખોટું..ભારત  મહાન ઋષિ મુનીયો અને રાજ નેતા ઓ ની ભૂમિ છે માટે a સ્વત્રંતા પર હું એટલી જ આપણે પ્રાથના કરવા માંગું છું કે આપ આ સ્વતંત્ર દિવસ સારી રીતે ઉજવો અને ભારત ના શહીદો ને યાદ કરીએ અને તેમને હર્દય પૂર્વક શ્રદ્ધાંજલિ આર્પિ તેમની યાદ્દો ને તાજા કરીએ બસ  એજ અભ્યર્થના...
વંદે માતરમ 

No comments:

Post a Comment