Sunday 12 August 2012

કડવા અમદાવાદી ના કડવા પ્રવચન ભાગ :૨
જન્માષ્ટમી  ની ઉજવણી આખાય ભારત માં ધૂમ ધામ પૂર્વક થઇ પણ મિત્રો કૃષ્ણ ની સાચી લીલા ને તો કોઈ જાની જ શક્યું નથી મિત્રો..! ક્યાંક તો કૃષ્ણ મિત્ર સુદામા ની સાથે, ક્યાંક દ્વારિકા ની રાજા કે અર્જુન ના સારથી કે પછી પાંડવો ના સલાહકાર ના રૂપ માં કૃષ્ણ એ અનેક લીલા ઓ કરી છે,
કૃષ્ણ મહાન ફિલોસોફર, ગાઈડર, મહાન રાજનીતિજ્ઞ માનસ હતા અને લોકો ના વચન ને નિભાવ નાર સાક્ષાત ભગવાન હતા..દ્રૌપદી ના વચન ભગવાન એ નિભાવ્યા હતા અને તેમની વસ્ત્રાહરણ માં સાડીઓનો ભંડાર કરીને વચન ના ઋણ માંથી મુક્ત થયા હતા, તેમને મહાન ગીતા જેવો ગ્રંથ આપ્યો અને અગિયાર માં અધ્યાય માં પોતાના વિરાટ સ્વરૂપ ના દર્શન કરાવ્યા,. આજ ના વૈજ્ઞાનિકો એવું કહે છે કે આ વિમાન ની શોધ મેં કરી, આ દવા ની શોધ મેં કરી આ મિસાઈલ ની શોધ મેં કરી અને દરિયા ની નીચે ઘર બનાવી ને રહેવાની શોધ પણ મેં કરી તેવા વગેરે શોધો કરી પરંતુ તેમને જ નથી ખબર કે આ ભારત ખંડ માં ૫૦૦૦ વર્ષ પહેલા આ શોધો થઇ ગાઈ હતી દોસ્ત..! રાવણ પોતાનું પુષ્પક વિમાન લઈને ફરતો હતો..અને એ પણ વગર પેટ્રોલ અને ડીસલ નું માત્ર મંત્ર બળ પર ચાલતું હતું, મિસાઈલ જેને કહીએ છીએ તેવું બાણ બ્રમ્હાસ્ત્ર હતું.અને ચરક રિશી જેવા ઋષિ ઓ એ આપને મહાન આયુર્વેદ ની ની ભેટ આપી હતી..પણ એ લોકો ને અને આપણ ને પણ ક્યાં ભાન હતું કે આનો ઉપયોગ આમ થશે આતો આપની ઘર ની ખેતી છેજે વસ્તુ ઓ મળે છે તેનો ઉપયોગ કરતા સીખયે. યોગા અત્યારે કરવા જાય છે પરંતુ આ જ યોગા આશરે વર્ષો પહેલા આપના ઋષિ ઓ એ સીખાવ્યા હતા..આપને સૌ કૃષ્ણ પરમાત્મા ના અસલી રૂપને ઓળખીએ એતો આપની આજુબાજુ માં અત્ર ત્રત સર્વત્ર  છે .એમનું તો નામ લેવાથી આપના દુખ હારી લે છે પણ આપણને ભરોસો હોવો જોઈએ..કૃષ્ણ ના દર્શન નાનકડા બાળ નાનકડા છોડ માં અને જ્યાં કામ કરીએ છીએ ત્યાં પણ થાય છે પણ સાચો ભાવ હોવો જોઈએ બાકી તો ભગવાન ની મૂર્તિ પણ પત્થર સમાન છે..એક વાત છે એક ભાઈ મને કહે છે કે તમારો સિમ્બોલ અને નામ કડવો છે પણ ગુણ મીઠા છે તો મેં શું જવાબ આપ્યો એમને કે ભગવાન શ્રીક્રીશના બોડાના ની ભક્તિ થી પ્રશન્ન થઇ ને ડાકોર જઈ રહ્યા  હતા ને વચ્હે ઉમરેઠ નામે ગામ આવે છે ત્યાં ભગવાને એ લીમડા ની દલ પકડી ને આ ડાળ મીઠી થઇ ગાઈ અને એ આજ ની તારીખ માં પણ એ લીમડો મીઠો છે કોક'દી ડાકોર જાવ તો ત્યાં જઈ ને આ ડાળ ના પણ દર્શન કરજો અને આ નાનકડા લેખક  ને યાદ કરજો અને બસ એ જ ડાળ ની કુપળ માંથી ફૂટેલું હું નવું નક્કોર પણ છું. ચાલો માણીએ આ નીચેની લાઈનો સત્ય વાત છે આ..
નાનકડી અને અગત્યની વાત કરીને મારો લેખ અહીં જ પૂરો કરું છું મિત્રો.

કનૈયા ની યાદો ને ફાઈલ કરે છે રાધા,
હવે કૃષ્ણ ને મોબાઈલ કરે છે ,
તું ભૂલી જવાની ખોટી સ્ટાઈલ કરે છે,
કુબ્જા સામે શું કામ ખોટી સ્માઈલ કરે છે...?
મિત્રો કૃષ્ણ ના જમાના માં મોબાઈલ હોત તો..?
મિત્રો કૃષ્ણ ના જમાના માં મોબાઈલ હોત તો રોજ હવાર ના પહોર માં સોળહજાર એકસોને આઠ રાણીયો ના SMS આવી જાત..!
મિસ્સ યુ...!,(Miss You) મિસ્સ યુ ...!(Miss You)
પણ દોસ્ત આપની કરુણતા તો જુઓ, આપણ ને ફલાણી કે ઢીકણી કંપની ના ટાવર પર ભરોસો છે પરંતુ કૃષ્ણ પરમાત્મા ના પાવર પર ભરોસો નથી દોસ્ત..!
જય શ્રી કૃષ્ણ

 

No comments:

Post a Comment