Friday 8 June 2012

આ લેખ ની શરૂઆત નાનકડી રમુજ થી કરું છું.. આ વાત ને રમુજ તરીકે જ ધ્યાન માં લેવા માટે નમ્ર વિનંતી..
ઓમ જય જગદીશ હરે,
પ્રભુ,જાય જગદીશ હરે,
કરીના કપૂર ને કહેજો ...(૨)
મારી સાથે લગન કરે..
ઓમ જય જગદીશ હરે,
પાર્વતી ના બાબા ભોળા શંભુ ને કહેજો મારી પર નજર કરે,
પ્રભુ, નજર કરે,
દહેજ ના લાલચી મારા બાપા સારી વહુ ને કદર કરે..
ઓમ જય જગદીશ હરે,
આ વાત મેં છેલ્લી લાઈન માં એક મેં ચાબખો માર્યો છે..
ધ્યાન થી વાંચજો ખબર પડી જશે..

ભારત માં દહેજ પ્રથા ધીરે ધીરે નાબુદ થતી ગયી છે.. અને તે અંગે ઘન લોકો જાગૃત થયા છે અને સભાન થયા છે. પરંતુ..અત્યાર ના હાલ ના સમય માં પણ દહેજ લેવાની પ્રથા ક્યાંક ક્યાંક ખૂણા માં ચાલુ છે..ખાસ કરીને ગામડા ઓ માં અને રાજસ્થાન ના ઘણા વિસ્તાર માં..દહેજ પ્રથા અત્યાર ના સમય માં સોના , ગાડી અને વસ્તુ ના રૂપે લેવા માં આવે છે..દીકરો ભણેલો ના હોય પણ દીકરી ભણેલી હોય છતાં દીકરો જો ઉચ્ચ કુટુંબ માંથી આવતો હોય તો તેને પૈસા-રૂપિયા આપી ઘરે લાવવા માં આવે છે..એ સત્ય વાત છે અને બાબત પર પ્રશિધ્ધ ફિલ્મ કલાકાર આમીર ખાન એ તેમના શો માં વાત કરી હતી..હું આમીર ખાન ની વાત ની જાગૃત થયો છું..એવું નથી હું પહેલી થી જ આ બાબતે જાગૃત હતો અને આ બાબતે મેં મારી કોલેજ માં પણ ૨.૩૦ કલાક નો શોવ હોસ્ટ કર્યો અને નાટક બનાવી ને આ વાત ને ફરીથી ઉજાગર કરવા ની વાત કરી હતી..પરંતુ ફરી થી હવે જાગૃત થવા ની જરૂર છે અને આ વાત ને ધ્યાન માં લેવાની જરૂર છે. આ વાત ને ધ્યાન માં લઇ આટ્કવા ના પ્રયત્નો કરીએ..તે જ વાત સાથે આવજો, સત્યમેવ જયતે,
જય હિન્દ..
કડવો અમદાવાદી

copy right

No comments:

Post a Comment